Thursday, 27 April 2017

, ,

2017 - April Week 16

2017 એપ્રિલ- 16 અઠવાડીયુ
Smitesh Makwana - Quote


ઈશ્વર નો અઠવાડિયા માટે ખુબ ખુબ આભાર, જેને મને બધી ખુશી આપી મને થોડું તકલીફ થોડું દુઃખ આપે કશુ ખોટું ના કહેવાય. સુખ દુઃખ આપનાર એક આપણો ઈશ્વર છે. અઠવાડિયા માં હું મારા ખાસ દોસ્ત સાથે હતો પણ એનાથી દૂર પણ. નથી ખબર કે એના દુઃખ ને હું કેવી રીતે દૂર કરું. હું એક પગલું આગળ વધુ છું અને વ્યક્તિ બે પગલાં પાછળ હટે છે. અમારા વચ્ચે કઈ ખરાબ નથી પણ દુરી વધી જાય છે. હું એને સમજવા માંગુ છું સમજાવા માંગુ છું. શબ્દો નહિ પણ લાગણી બતાવા માંગુ છું. એને ડર છે ડર દૂર કરવા માંગુ છું. એને કેહવા માંગુ છું કે જે હાથ તમારા માટે આગળ લંબાયો છે હાથ ફક્ત તમારી ખુશી માટે છે- તમને તકલીફ આપવા નહિ. હે ઈશ્વર બધું સારું કર્યું છે તો હવે થોડું વધારે સારું કર પણ અમને એકલા ના છોડીશ, અમને તમારી જરૂર છે કેમકે તમે અમને એક સાથે ચાલવા માટે મદદ કરશો.
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.